કોરોના વાયરસ : આ વાયરસ , કવર એટલે કે Envelop ધરાવતા પોઝિટિવ સિંગલ RNA તંતુ ધરાવતો વાઇરસ છે. આ વાઇરસ ની ખાસિયત એ છે કે તેઓને ઉભા ખીલા જેવી દાંડી તેની સપાટી પર થી બહાર ની તરફ નીકળેલ હોય છે.
વાઇસર એ ફક્ત ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકાય છે. સાદા માઈક્રોસ્કોપ દ્વારા ફક્ત બેક્ટેરિયા જ જોઈ શકાય છે.
(સોલાર કોરોના - જેમ સૂર્ય ની ચારે બાજુ કિરણો ફેલાય તેમ આ વાઇરસ ની દાંડી ઓ દેખાતી હોવાથી કોરોના નામ પડ્યું )
પ્રથમ 1930 માં શોધાયો જે પ્રાણીઓ માં જ જોવા મળતો હતો.
પ્રથમ કોરોના વાઇરસ જે મનુષ્યો ને ચેપ લગાડે છે એ 1960 માં શોધાયો.
Human corona વાઇરસ નું લિસ્ટ નીચે મુજબ છે.
1.Human corona virus 229E
2.Human corona virus oc43
3.SARS CoV (2003)
4.HCoV NL63 (2004)
5.HKV1 (2005)
5. MERS - CoV (2012)
6. SARS CoV 2 (2019)
આમાંથી મોટા ભાગ ના વાઇરસ શ્વાસ ને લગતી બીમારી સાથે સંકળાયેલ છે.
Corona Virus Disease 2019 (Covid-19)
આ એક શ્વસનતંત્ર ને લગતી ચેપી બીમારી છે જે SARS CoV 2 નામના વાઇરસ દ્વારા થાય છે.
(SARS-CoV-2) : Sever Acute Respiratory Syndrome Coronavirus 2
સિવિયર એકયુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોનાવાઇરસ 2
સિવિયર એકયુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોનાવાઇરસ 2
આ પહેલા આ વાઇરસ (provisional name) 2019 નોવેલ કોરોનાવાઈરસ nCoV 2019 થી ઓળખાતો હતો.
સૌ પ્રથમ કેસ ચીન ના હુબેઇ પ્રાંત ના વુહાન માં ડિસેમ્બર 31, 2019 માં નોંધાયો.
જાન્યુઆરી 30, 2020 ના રોજ W.H.O એ જાહેર કર્યું કે Covid-19 એ Global health emergency છે.March 11 ના રોજ W.H.O એ જાહેર કર્યું કે Covid-19 એ વૈશ્વિક મહામારી (Global Pandemic) છે.
- દર્દી ના પ્રકાર :
- લક્ષણવિહીન (80 - 85%)
- ગંભીર લક્ષણો (11 - 15%)
- અતિ ગંભીર (4-6%) કુલ કેસ માંથી 2 થી 4 % મૃત્યુ પામે છે. દુનિયા ના અલગ અલગ દેશો માં મૃત્યુ નું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે. જેમ કે ઇટાલી માં 10 % જેટલું ઊંચું મૃત્યુ પ્રમાણ છે. ચીન માં 4% છે.
- રોગ ના લક્ષણો : →સામાન્ય લક્ષણો : તાવ (98%) ખાંસી શરદી (76- 80%) , અસામાન્ય થાક લાગવો (44%) →ઓછા સામાન્ય લક્ષણો : માથાનો દુખાવો , શ્વાસ લેવામાં તકલીફ , ઝાડા ઉલટી થવી ,સૂંઘવાની ક્ષમતા ઓછી થવી વગેરે. ભાન ગુમાવું.
- રોગ નો ફેલાવો : 1. ડ્રોપલેટ (Droplet) મતલબ ઝીણા ટીપા જે થોડી વાર સુધી હવા માં તરતા રહી શકે છે તેના દ્વારા થાય છે, (ટીબી માં પણ આવી રીતે જ ચેપ ફેલાય છે પણ ટીબી ના બેક્ટેરિયા એટલા શક્તિશાળી નથી કે દરેક ને ચેપ લાગી જાય.) આ ડ્રોપલેટ વ્યક્તિ ના શ્વાસ માં કે આંખમાં પ્રવેશે છે અને વ્યક્તિ રોગી બને છે. 2. સ્પર્શ : દર્દી છીંક ખાય, અથવા ખાંસી ખાય ત્યારે એના હાથ વગેરે અંગો પર વાઇરસ ફેલાય છે અને પછી દર્દી જે વસ્તુ ને અડે ત્યાં પણ વાઇરસ ફેલાય છે, બીજી વ્યક્તિઓ આ વસ્તુ અડે અને પછી પોતાના આંખ , ચહેરા નાક વગેરે સ્પર્શ કરે તો ચેપ લાગી શકે. મનુષ્ય ને સૌ પ્રથમ ચેપ ચામાચીડિયા , પેંગોલીન જેવા પ્રાણીઓ થી લાગ્યો હોવાનું માનવામાં આવે છે
- Incubation Period : દર્દીના શરીર માં વાઇરસ પ્રવેશ કરે અને પછી પ્રથમ લક્ષણ દેખાય એ સમયને incubation period કહે છે. જે 2 દિવસ થી લઇ 2 અઠવાડિયા એટલે કે 14 દિવસ સુધીનો હોય શકે છે. એવરેજ ઇન્ક્યુબેશન પીરીઅડ 5 દિવસ નો છે. એટલે કે ઘણા બધા કેસ માં લગભગ 5 થી 7 દિવસ ની આસપાસ લક્ષણો જોવા મળે છે. પણ જો તમે રોગીના સંપર્ક માં આવ્યા હોવ તો 14 દિવસ રાહ જોઈ લેવું જરૂરી છે.
- જોખમ કારક પરિબળો : (એટલે કે એવી વ્યક્તિ જેને વધારે જોખમ રહે છે ):
- મોટી ઉમર
- ઓછી રોગ પ્રીતિકારક શક્તિ : જેમકે AIDS, Cancer ,કુપોષણ , ટીબી જેવી બીમારી.
- ડાયાબિટીસ
- હાઈ બ્લડ પ્રેસર High BP
- હાર્ટ ની બીમારી
- ફેંફસા ની COPD જેવી બીમારી (જે બીડી સિગરેટ પીવાથી થાય છે)
- કિડની ની લાંબા સમય ની બીમારીઓ
- લીવર ના ગંભીર રોગો
- સગર્ભા સ્ત્રી
- COVID 19 ના કોમ્પ્લિકેશન :
આ બીમારી માં થતી જટિલતા (કોમ્પ્લિકેશન)
- ન્યુમોનિયા : કોરોના (COVID-19) ની બીમારી ગંભીર થતા જોવામળતું સર્વ સામાન્ય લક્ષણ ન્યુમોનિયા છે.
- ARDS : એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (ફેફસા ની ગંભીર અવસ્થા /બીમારી )
- હાર્ટ ને નુકસાન (કાર્ડિયાક injury )
- Arrhythmia (હૃદય ના અનિયમિત ધબકારા )
- Septic Shock ( લોહી માં જીવાણું નું પ્રમાણ વધી જતા તાપમાન વધી જવું, બીપી ઘટી જવું)
- લીવર નું કામ કરતુ બંધ થવું
- કિડની ફેલ થવી
- મલ્ટી ઓર્ગન ફેલ્યોર (એક કરતા વધારે અંગો બંધ થવા)
→ દર્દી વેન્ટિલેટર પર હોય , બીપી અત્યંત ઓછું થઇ ગયું હોય અને બોટલ ચઢયા પછી પણ ઉપર ના આવતું હોય તો બચવાની શક્યતા ઓછી થઇ જાય છે.
→વેન્ટિલેટર + લો બીપી + દર્દી બેભાન થઇ જાય તો દર્દી લાસ્ટ સ્ટેજ માં પહોંચી જાય છે , બચવાની શક્યતા ના બરાબર હોય છે.
- લેબોરેટરી ટેસ્ટ :
- RT - PCR : આ ટેસ્ટ માટે નાક અથવા મોં દ્વારા લેવામાં આવેલા સેમ્પલ ને ટેક્નિશિયન પ્રવાહી માં રાખે છે. તેને પ્રોસેસ કરી તેમાંથી RNA છૂટું પાડે છે. આ RNA પરથી તેને બંધ બેસતી DNA મેળવવામાં આવે છે , તેની અનેક ગણી કોપી બનાવવામાં આવે છે , અને પછી તેને ગ્રાફ પર નોંધવામાં આવે છે, ગ્રાફ પરથી નક્કી થાય છે કે દર્દી કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ.
આ એક ખર્ચાળ ટેસ્ટ છે જે બીજા અનેક વાયરસ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.
પણ આ ટેસ્ટ ના રિઝલ્ટ સૌથી વધારે એક્યુરેટ હોય છે.
સેમ્પલ મેળવવાની રીત : એલ્યૂમિનિયમ અથવા પ્લાસ્ટિક ની પાતળી સળી ની ટોચ પર નાયલોન અથવા ડેક્રોન નું ટોપકું હોય છે ( કોટન ની ટોચ અને પ્લાસ્ટક ની સળી અમાન્ય છે.) તેને સ્વેબ કહે છે
આ સ્વેબ ને નાક માં પાછળ ના ભાગે જ્યાં ગળા સાથે નું જોડાણ હોય છે ત્યાં થોડા સેકન્ડ રાખી ને ફેરવવામાં આવે છે. પછી સ્વેબ ને 3 ml પ્રવાહી ભરેલી નળીમાં રાખવામાં આવે છે. તેને 2 થી 3 સેન્ટિગ્રેડ તાપમાને સ્ટોર કરી લેબ માં લઇ જવામાં આવે છે .
2. એન્ટિબોડી ટેસ્ટ: આ એક બ્લડ ટેસ્ટ છે , ઝડપી ટેસ્ટ છે , તરત રિઝલ્ટ આપે છે , સસ્તો હોય છે , પણ એકયુરેટ ઓછો છે.
3. CBC : આ એક સર્વ સામાન્ય બ્લડ ટેસ્ટ છે જે દરેક તાવ માં કરવામાં આવે છે. લોહી માં સફેદ કણો ની સંખ્યા , લાલ કણો ની સંખ્યા , પ્લેટલેટ વગેરે દર્શાવે છે .
4. L.D.H. : આ પણ લોહી ટેસ્ટ છે , કોરોના માં આનું પ્રમાણ વધે છે. (બીજી અનેક બીમારી માં પણ વધે છે )
5. Ferritin Level : આ બ્લડ ટેસ્ટ માં પણ આ તત્વ નું પ્રમાણ વધે છે. (બીજી અનેક બીમારી માં પણ વધે )
6. D- Dimer : આ બ્લડ ટેસ્ટ માં પણ આપ્રમાણ વધી જાય છે (આ સિવાય બીજી બીમારી માં પણ વધે )
7. સિટી સ્કેન : છાતી નો સિટી સ્કેન માં અથવા એક્સ રે માં ન્યુમોનિયા જોઈ શકાય છે .
→ખાસ વાત : જો દર્દી એકદમ શરૂઆત ના સ્ટેજમાં હોય તો RT PCR ટેસ્ટ નેગેટિવ આવી શકે , આવા કિસ્સા માં દર્દી ના લક્ષણો , છાતીનો એક્સ રે ના આધારે દર્દીની દેખરેખ રાખી ફરીથી ટેસ્ટ કરવામાં આવે છે.
- સારવાર :
- એન્ટીવાયરલ : Ramdesivir + interferon beta (IFNB) અથવા lopinavir / ritonavir + (IFNB) Favipiravir હાલ માં ભારત માં નથી ઉપયોગ માં લેવાતી.
- મલેરિયા ની દવા : hydroxychloroquine અથવા Chloroquine હાઇડ્રોક્સિચલોરોકવીન ને બીમારી થયાપહેલા , બીમારી રોકવા ઉપયોગ કરી શકાય , પણ માત્ર ડોક્ટર અને સ્ટાફ ને લેવાની જ સલાહ આપવામાં આવે જે કોરોના ના સંપર્ક માં આવે છે , આડઅસર પણ જોવા મળી શકે. પણ બીમારી થશે જ નહિ એવું ચોક્કસ કહી શકાય નહિ.
- હાઇડ્રોક્સિચલોરોકવીન + અઝીથ્રોમાઇસિન : કેટલાક કિસ્સા માં અસરકારક સાબિત થઇ છે પણ કેટલાક સંશોધન પ્રમાણે હૃદય ને નુકસાન થઇ શકે.
- સ્ટીરોઈડ : ગંભીર કિસ્સા માં ઉપયોગ માં લેવાય છે , પરંતુ આ દવા તમારા શરીર ના રોગ પ્રતિકારક શક્તિ ને ઓછી કરે છે , વાઇરસ ને મારવા તમારું શરીર પ્રતિકાર કરે છે જેના લીધે સોજા આવે છે , ફેફસા માં સોજા આવાથી ન્યુમોનિયા થાય છે , પણ વધુ સોજા આવી શરીર ના અંગો કામ કરતા બંધ થાય છે , ત્યાં આ દવા કામ કરે છે , પણ આ દવા બેધારી તલવાર છે , રોગ પ્રતિકાર શકિત ઓછી થતા વાઇરસ બીમારી વધારી પણ શકે. કેટલાક કિસ્સા માં સ્ટીરોઈડ સંજીવની બની શકે.
- પ્લાઝ્મા થેરાપી.. : જેમાં વ્યક્તિ ને કોરોના માંથી સાજા થયેલા વ્યક્તિ નું પ્રોસેસ કરેલું લોહી ચઢાવામા આવે છે.
